બિપરજોય જેવું ખૂંખાર વાવાઝોડું

બિપરજોય જેવું ખૂંખાર વાવાઝોડું

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

આજના 10 બ્રેકીંગ ન્યૂઝ : આવી રહ્યું છે બિપરજોય જેવું ખૂંખાર વાવાઝોડું

  • ICC WORLD CUP માં ભારત ની પાકિસ્તાન સામે 7 વિકીટે જીત 
  • ગુજરાતમાં આવી રહ્યું છે બિપોરજોય જેવું વાવાઝોડું આવવાની શક્યતા, ગુજરાત માં બાગેશ્વર બાબા ત્રણ દિવસ અહીંયા લાગશે બાબા નો દરબાર
  • વર્લ્ડ કપ વચ્ચે આ દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત
  • ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કૂકે 38 વર્ષની ઉંમરે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે.
  • તેણે સપ્ટેમ્બર 2018 માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે ઈંગ્લેન્ડની સ્થાનિક ક્રિકેટમાં રમી રહ્યો હતો.
  • 3 દિવસ ગુજરાતમાં બાગેશ્વર બાબાનો દરબાર
  • ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ફરી એકવાર બાબા બાગેશ્વર આવી રહ્યા છે.
  • નવરાત્રીના શરૂઆતે તારીખ 15, 16 અને 17 તારીખે 3 દિવસ બાબા બાગેશ્વર અંબાજીમાં રહેશે.
  • ભેંસને બચાવવા જતા બે લોકોના મોત
  • રાજકોટના ઉપલેટામાં એક જ પરિવારના બે વ્યક્તિઓના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે.
  • ઉપલેટાની મોજ નદીમાં ડૂબતી ભેંસને બચાવવા જતા 17 વર્ષીય કિશોર અને 51 વર્ષીય પુરુષનું મોત થયું છે.
  • 1 વર્ષના બાળકનું ઝેરી દવા પી જતા મોત
  • રાજકોટમાં એક વર્ષના બાળકે જીવડા મારવાની દવાની બોટલ ખોલી ઘુંટડો ભરી જતા મોત નિપજયું હતું.
  • તહેવારો પૂર્વ ઘરકામ કરતા હતા ત્યારે રમી રહેલા બાળકે ઝેરી દવાની બોટલમાંથી ઘુંટડો ભરી લેતા ઘટના ઘટી હતી.
  • ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ
  • જુનાગઢમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જે બાદ આજે લાંબા સમય પછી ફરી વરસાદ પડ્યો હતો.
  • અમરેલીના ધારીના ચલાલા ખાતે અને ચલાલા આજુબાજુના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
  • નશામાં ધૂત કારચાલકે વૃદ્ધ દંપતીને ઉડાવ્યું
  • વડોદરા શહેરના બિલ કેનાલ રોડ પર રહેતા વૃદ્ધ દંપતી ઘરેથી ચાલતા ચાલતા આવતા હતા.
  • ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ લખેલી નેમપ્લેટ વાળી પુરપાટ આવતી ફોર્ચ્યુનર કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા.
  • એક જ પરિવારના 3 બાળકોના મોત
  • કચ્છના વડઝરની વાડીના હોજમાં ડૂબી જવાથી ત્રણ સગાભાઈઓના દુઃખદ અવસાન થયા છે.
  • બુટ ભવાની ફાર્મ માં બનેલી ગોઝારી ઘટનાથી ભારે ચકચાર ફેલાઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
  • અમદાવાદના આંગણે સેલિબ્રિટીઝનો જમાવડો
  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદમાં સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
  • ક્રિકેટ દિગ્ગજ સચિન તેંદુલકર, બોલિવૂડ સિંગર અરિજીત સિંઘ, બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનું અમદાવાદમાં આગમન થયું હતું.
  • PM મોદીએ લખેલા ગરબાને મળ્યું સંગીત
  • નવરાત્રીના એક દિવસ પહેલા PM મોદીએ લખેલું ‘ગરબો’ ગીત રિલીઝ
  • સિંગર ધ્વનિ ભાનુશાળીએ PM મોદીએ લખેલા ગરબા પર બનાવ્યું ગીત.
  • ભારત-શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ શરૂ
  • તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સેવાને લીલી ઝંડી આપી હતી.
  • નાગાપટ્ટિનમથી શ્રીલંકા માટે પેસેન્જર ફેરી સર્વિસ માટે ફી રૂ. 2800 નક્કી કરીછે. જેમાં રૂ. 2375+ 18% ટેક્સ છે.

Advertisement

Post a Comment

Previous Post Next Post