Assembly Elections Announced In 5 states

Assembly Elections Announced In 5 states

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

Assembly Elections Announced In 5 states: રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર, જુઓ ચૂંટણી અને પરિણામની તારીખ

Assembly Elections Announced In 5 states: લોકસભા ના ઈલેકશન પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની Elections યોજાનાર છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજી 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. નવેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના પહેલા સપ્તાહની વચ્ચે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. લોકસભા પહેલા યોજાનાર વિધાનસભા ચૂંટણી લોકસભાની ચૂંટણીમા મતદારોની હવાની દિશા નક્કી કરશે.

Assembly Elections Announced In 5 states

પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જે મુજબ છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થનાર છે. ચૂંટણી પંચે 5 રાજ્યોની મુલાકાત લીધા બાદ આ પ્લાન તૈયાર કર્યો છે.

વર્ષ 2023માં આ 5 રાજ્યોમાં વિધાનસભાની Elections યોજાવા જઈ રહી છે- મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા.

વિધાનસભાની કુલ 40 સીટો


  • મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 સીટો પર Elections થનાર છે. જયારે લોકસભાની 1 સીટ અને રાજ્યસભાની 1 સીટ આવેલી છે.
  • મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો પર Elections છે. જયારે લોકસભાની 29 અને રાજ્યસભાની 11 સીટો આવેલી છે..
  • રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો પર ચૂંટણી છે. જયારે લોકસભાની 25 અને રાજ્યસભાની 10 સીટો આવેલી છે.
  • છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો પર મતદાન યોજાશે. અહીં લોકસભાની 11 અને રાજ્યસભાની 5 સીટો છે.
  • તેલંગાણામાં કુલ 119 વિધાનસભા કુલ સીટો છે. જયારે લોકસભાની 17 અને રાજ્યસભાની 7 સીટો છે.
  • ચીફ ઈલેકશન કમીશ્નર રાજીવ કુમારે જણાવ્યુ હતુ કે 17 ઓકટોબર થી 30 નવેમ્બર વચ્ચે મતદારયાદિ મા કોઇ સુધારો કરાવવો હોય તો થઇ શકસે. આ માતે બીએલઓ દ્વારા અથવા વેબસાઇટ પરથી ઓનલાઇન થઇ શકસે. 5 રાજ્યોમા મતદાન માટે કુલ 1.77 લાખ મતદાન બુથ બનાવવામા આવશે.

કુલ મતદાતાઓ

રાજય                પુરૂષ                     સ્ત્રી
મિઝોરમ  ⇛⇛  4.13 લાખ  ⇛  4.39 લાખ
છતીષગઢ  1.01 કરોડ  ⇛ 1.02 કરોડ
મધ્ય પ્રદેશ ⇛ 2.88 કરોડ ⇛ 2.72 કરોડ
રાજસ્થાન ⇛ 2.73 કરોડ  2.52 કરોડ
તેલંગણા  ⇛ 1.58 કરોડ ⇛ 1.58 કરોડ

કયા રાજ્યમાં ક્યારે યોજાશે ચૂંટણી

  1. મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે
  2. છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન
  3. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે ચૂંટણી
  4. રાજસ્થાનમાં 23 નવેમ્બરે ચૂંટણી
  5. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે

તમામ રાજ્યોમાં મત ગણતરી 3 ડિસેમ્બરે થશે

Advertisement

Post a Comment

Previous Post Next Post