નવરાત્રી પછી આટલો ખ્યાલ રાખો

નવરાત્રી પછી આટલો ખ્યાલ રાખો

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

નવરાત્રિ એ રાસ, ગરબા અને નૃત્યનો એવો રંગીન તહેવાર છે જે ઝાકઝમાળ અને ઉત્સાહથી ભરેલો છે. પરંતુ નવ દિવસ અને નવ રાત્રિ સુધી ચાલતા આ તહેવારમાં મોડી રાત સુધી ગરબે ઘૂમતાં ધૂળ, પરસેવો વગેરેને કારણે સ્કીન અને વાળ પર માઠી અસર થઈ શકે છે. માટે નવરાત્રિ પછી સ્કીન અને હેરની વિશેષ સંભાળ લેવી જરૂરી છે.




ત્વચાની માવજત : 

રમવાથી ખૂબ પરસેવો થાય છે, જેના કારણે ત્વચા પર ધૂળ, પ્રદૂષણ વગેરે જમા થાય છે. જો ત્વચાને બરાબર ક્લીન ના કરવામાં આવે તો બ્લેક હેડ્ઝ, ખીલ વગેરે થવાની સંભાવના રહે છે. માટે નવરાત્રિ પછી ક્લીન અપ કરાવવું ખૂબ લાભદાયક છે. તેના દ્વારા ત્વચા ઉપર જામેલ મેલ અને ડેડ સેલ્સ નીકળી જાય છે અને તે ત્વચાને ડિટોક્સિફાઇ પણ કરે છે. વળી માઈલ્ડ મસાજથી જે સ્ટિમ્યુલેશન થાય છે તેનાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો અને તાજગી આવી જાય છે.

ઘેર પણ તમે ત્વચાની સારી કેર લઈ શકો છો. ૧ ચમચી જવના લોટને ૧ ચમચી દહીં સાથે મિક્સ કરીને તેને આખા મોં પર અને ગળાનાં ભાગમાં લગાવી દેવું. તેને ૫-૭ મિનીટ રાખી, હળવા હાથે મસાજ કરો અને પછી હૂંફાળા પાણીથી ધોઈ કાઢો. થોડુંક ગુલાબજળ લગાવી અને પછી નરીશીંગ ક્રીમ લગાવવું. આ તમે અઠવાડીયામાં ૨-૩ વખત કરી શકો. આમ કરવાથી ત્વાચા પર સુંદર ગ્લો આવી જશે. પાર્લરમાં બોડી સ્ક્રબ અથવા મસાજ કરાવવાથી પણ સ્કીનની ડ્રાયનેસ દૂર થશે અને સ્કીન ચમકલી બનશે.


વાળની માવજત: 

 રમવાથી જે પરસેવો થાય છે, તેના કારણે વાળ ખૂબ રુક્ષ અને બરછટ થઇ જાય છે. નવરાત્રિ પછી જો નરિશીંગ હેર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો વાળ વધારે સારા રહે છે. માથામાં ખૂબ રિલેક્સિંગ હેર ઓઈલ મસાજ કરવું, જેમાં સ્કાલ્પથી લઈને વાળના છેડાના ભાગ સુધી આખા વાળ તેલવાળા થવા જોઈએ. તેને આખી રાત જો માથામાં રાખવામાં આવે તો પરસેવો ધૂળ, ડ્રાઇંગ અને હેર સ્પ્રેથી થયેલી ડ્રાયનેસને ઓછી કરી શકશે. તે ઉપરાંત, શેમ્પુ કરતી વખતે હેર કંડિશનર થોડી વધારે વાર વાળમાં રાખવું(લગભગ પાંચ મિનિટ) જેથી વાળ સોફ્ટ અને મેનેજેબલ રહે. તમે લિવ ઈન કન્ડીશનરનો ઉપયોગ પણ કરી શકો છો.


આંખની માવજત:
 

નવરાત્રિમાં મોડી રાત સુધી કરવામાં આવેલા ઉજાગરાને કારણે આંખો પર માઠી અસર થાય છે. આંખ પર થોડી મિનિટ માટે કાકડીની સ્લાઈઝ અથવા ગુલાબજળના ઠંડા આઇ પેડ્ઝ મુકવામાં આવે તો આંખો ખૂબ રિલેક્સ થઇ જશે. તેના કારણે આંખની આજુબાજુના ડાર્ક સર્કલ્સ અને સોજા ઓછા થઈ જશે. રાત્રે સૂતા પહેલાં અન્ડર આઇ ક્રીમ અને મોઇશ્ચરાઈઝર જરૂર લગાવવું.


પગની માવજત: 

 સતત ગરબા રમવાને કારણે પગ દુખવા આવે છે. વળી ખુલ્લા પગે ગરબા રમવાથી પગના તળિયા ખૂબ ગંદા થઈ જાય છે. પગને હુંફાળા પાણીમાં ૧ ચમચી આખું મીઠું અને માઇલ્ડ બૉડી શેમ્પુ ઉમેરી દસેક મિનીટ સુધી પલાળી રાખો. આમ કરવાથી બધો જ થાક ઉતરી જશે અને પગ રિલેક્સ થઈ જશે. સોફ્ટ બ્રશ વડે પગના નખની આજુબાજુ અને તળીયા પર બ્રશ કરવાથી બધો જ કચરો નીકળી જશે અને પગ સોફ્ટ બની જશે. ગરબા રમવાથી પગ ખૂબ જ ડ્રાય થઇ જાય છે માટે રાત્રે પગના તળીયા પર મોઇશ્ચરાઇઝર અથવા વેસેલીન લગાવીને, મોજાં પહેરી સૂઈ જવું.

Advertisement

Post a Comment

Previous Post Next Post