વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙
ક્લિક કરો
Advertisement
તમારા કામનું / PM Kisan Yojanaના લાભાર્થીઓ આ વાંચી લેજો, નહીં તો અટકી જશે 15મો હપ્તો, ખાતામાં નહીં આવે 2 હજાર, જાણો કેમ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને તે ખેડૂતો માટે ચલાવવામાં આવે છે જે ગરીબ વર્ગથી આવે છે અથવા તો જરૂરીયાતમંદ છે. આ ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2-2 હજાર રૂપિયા આપવામાં આવે છે.
આ પ્રકારના ખેડૂતોને બેંક ખાતામાં સીધા વાર્ષિક 6 હજાર રૂપિયા મોકલવામાં આવે છે.
જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો તો તમે પણ આ હપ્તાનો લાભ લઈ શકો છો. પરંતુ શું તમે જાણો છો કો અમુક ભૂલોને કારણે તમને પૈસા ન પણ મળી શકે. જાણો તેના વિશે...
આ ભૂલોના કારણે નહીં મળી શકે પૈસા
ઈ-કેવાયસી
પહેલી ભૂલ એ કે જો યોજના સાથે જોડાયેલા ખેડૂતે નક્કી સમય સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો નિયમ હેઠળ લાભ લેવા માટે આ સૌથી જરૂરી કામ છે. જેને તમારે કરવાવું પડશે. ઘણા ખેડૂત આ નથી કરાવતા અને પછી તેમના પૈસા અટકી જાય છે.
જમીન માપણી
આ યોજના સાથે જોડાયેલા દરેક લાભાર્થીઓએ ભૂ ચકાસણી જરૂર કરાવવી પડે છે. જો ખેડૂતનું આ કામ પુરી નથી તો તો તે હપ્તાના લાભથી વંચિત રહી શકે છે.
ફોર્મમાં વિગતો ખોટી ભરવી
પીએમ કિસાન યોજના હેઠળ તે ખેડૂતોના હપ્તા પણ અટકી શકે છે જેમની ફોર્મ અરજીમાં કોઈ ભુલ હોય. જેન્ડર ખોટુ લખ્યું હોય. નામ ખોટુ લખ્યું હોય કે અંગ્રેજીની જગ્યા પર હિંદીમાં નામ ભર્યું હોય. આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન કર્યું હોય. વગેરે જેવી ભુલોના કારણે પણ પૈસા તમારા ખાતામાં નહીં આવે.
Disclaimer Info Source VTV Gujarati News
Advertisement
Post a Comment