વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચ હશે આવા

વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચ હશે આવા

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચ હશે આવા…: વંદે ભારત સ્લીપર ટ્રેનની અંદરની તસવીરો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. આધુનિક સુવિધાઓ સાથે સ્લીપર ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. આ ટ્રેનોમાં મુસાફરી હોટલ જેટલી લક્ઝુરિયસ હશે.

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બહાર પાડવામાં આવેલ ફોટાઓ અદ્યતન આંતરિક અને સુવિધાઓ સાથે ક્રાંતિકારી રેલ મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે.




કોન્સેપ્ટ સ્લીપર કોચમાં વધુ આરામદાયક બેઠકો સાથે ક્લાસિક લાકડાની ડિઝાઇન છે. કોચમાં ફ્લોર લાઈટનિંગ અને વધુ સારી લાઈટિંગની વ્યવસ્થા હશે. તેની ડિઝાઇન આધુનિક છે.

વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચ હશે આવા…


વંદે ભારત સ્લીપર ટ્રેનો ચલાવવાથી મુસાફરોને લાંબી મુસાફરી દરમિયાન રાહત મળશે. તેઓ આરામથી સૂઈને મુસાફરી કરી શકશે.

વંદે ભારત સ્લીપર વર્ઝન સાથેની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન જાન્યુઆરી 2024માં આવવાની ધારણા છે. જોકે. તે આ કેલેન્ડર વર્ષમાં તૈયાર થઈ જશે. વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચ હશે આવા…

સીટોની બાજુમાં સીડી

શેર કરવામાં આવેલી નવી તસવીરોમાં જોઈ શકાય છે કે કોચને પ્રીમિયમ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વંદે ભારતના સ્લીપર કોચમાં પણ 3A અને 1A જેવા ખ્યાલો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉપરની બર્થમાં જવા માટે સીટોની બાજુમાં સીડીઓ પણ આપવામાં આવી છે. જોકે સ્લીપર કોચની આ તસવીરો વાસ્તવિક નથી. આને માત્ર એક કોન્સેપ્ટ તરીકે શેર કરવામાં આવ્યું છે, એટલે કે નવો કોચ આવો દેખાશે.

રેલવે મંત્રીએ શેર કરી માહિતી

તમને જણાવી દઈએ કે, ICF વંદે મેટ્રો પણ વિકસાવી રહી છે. વંદે મેટ્રો 12 કોચની ટ્રેન હશે, જેનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી માટે કરવામાં આવશે.

દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફેબ્રુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. ફોટામાં જોઈ શકાય છે

આ પ્રીમિયમ ટ્રેને સૌપ્રથમ નવી દિલ્હી અને વારાણસી વચ્ચેની મુસાફરી શરૂ કરી હતી. દેશના વિવિધ રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની કનેક્ટિવિટીથી પ્રવાસનને પણ વેગ મળ્યો છે.

મુસાફરી ક્યારે કરી શકશે મુસાફરો?

વંદે ભારત સ્લીપર કોચનું નિર્માણ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) અને ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. વંદે ભારત ટ્રેનના સ્લીપર કોચ હશે આવા…

સ્વદેશી સેમી-હાઈ સ્પીડ ટ્રેનના કોચ મૉડલનું વિમોચન કરતાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસનું સ્લીપર વર્ઝન 2024ની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે.

Advertisement

Post a Comment

Previous Post Next Post