પેન કાર્ડના 10 નંબરોમાં છુપાયેલી હોય છે તમારી ઘણી માહિતી, દરેક નંબર હોય છે ખૂબ જ ખાસ : જાણો તેના પાછળનું કારણ
PAN Card : પેન કાર્ડની મદદથી તમે કોઈપણ વ્યક્તિ વિશે ઘણી બધી માહિતી મેળવી શકો છો. તે બેંકથી લઈ નોકરી, પોસ્ટ ઓફિસ વગેરે સ્થળો પર કામ આવે છે. પેન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તેને પરમાનેન્ટ એકાઉન્ટ નંબર પણ કહેવામાં આવે છે. તે 10 અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર છે જેને દરેક વ્યક્તિ સમજવા માગે છે. આપને જણાવી દઈએ કે, પેન કાર્ડ પર નોંધાયેલા આ આલ્ફાન્યૂમેરિક નંબર્સનો એક ખાસ અર્થ છે અને તેમાં અમુક પ્રકારની માહિતી છુપાયેલી હોય છે. ચાલો તમને જણાવીએ કે તમારો પેન નંબર તમારા વિશે કઈ માહિતી આપે છે.
આવકવેરા વિભાગ PAN નંબર આપવા માટે એક ખાસ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જેના હેઠળ તમને 10 અંકનો નંબર આપવામાં આવે છે. દરેક દસ અંકના પેન કાર્ડમાં સંખ્યાઓ અને અક્ષરોનું મિશ્રણ હોય છે. તેમાં પહેલા પાંચ અક્ષરો હંમેશા મૂળાક્ષરો હોય છે, પછીના 4 અક્ષરો નંબરો હોય છે અને પછી અંતે એક અક્ષર પાછો આવે છે.
સમજો PAN પર લખેલા નંબરનો અર્થ
પેન કાર્ડ પર કુલ 10 નંબરો અને અક્ષરો હોય છે. બધી સંખ્યાઓ અને અક્ષરોના જુદા જુદા અર્થો હોય છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ, ચોથો અક્ષર તમે શું છો તેની માહિતી આપે છે. P નો અર્થ વ્યક્તિગત છે. એ જ રીતે C – કંપની, H – હિંદુ અવિભાજિત, A – લોકોનું સંગઠન, B – બોડી ઓફ ઈન્ડિવિઝ્યુઅલ, T – ટ્રસ્ટ, L – લોકલ ઓથોરિટી, F – ફર્મ, G – સરકારી એજન્સી, J – જ્યુડિશિયલ હોય છે.
આ પણ વાંચો : Jio એ 3 નવા પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યા, અમર્યાદિત 5G ડેટા, મફત SonyLiv અને Zee5 સહિત મળશે ઘણા લાભો
5મું કેરેક્ટર બનાવે છે સરનેમ
આ સિવાય PANનું પાંચમું કેરેક્ટર તમારી અટકના પહેલા અક્ષર વિશે જણાવે છે. જો તમારી અટક શર્મા છે, તો તમારા PAN નંબરનું પાંચમું અક્ષર S હશે. આ સિવાય, નોન ઈન્ડિવિઝ્યુઅલર પેન કાર્ડ ધારકો મા પાંચમો અક્ષર તેમના નામના પ્રથમ અક્ષરને દર્શાવે છે. આગળના 4 અક્ષરો 0001 થી 9990 ની વચ્ચે હોઈ શકે છે. ઉપરાંત છેલ્લો અક્ષર હંમેશા એક અક્ષર રહે છે.
બે પ્રકારના હોય છે પેન કાર્ડ
પેન કાર્ડ બે પ્રકારના હોય છે. ભારતીય નાગરિકો તેને બનાવવા માટે ફોર્મ નંબર 49A ભરે છે. વિદેશી નાગરિકો પણ પેન કાર્ડ બનાવી શકે છે, તેના માટે તેમણે ફોર્મ નંબર 49AA ભરવાનું રહેશે. કંપનીના નામે ટ્રાન્ઝેક્શન કરવા માટે અલગ પેન કાર્ડ બનાવવામાં આવ્યા છે. જેને સરળ શબ્દોમાં બિઝનેસ પેન કાર્ડ પણ કહેવામાં આવે છે.
Tags:
ઉપયોગી માહિતી